ટીમ ઈન્ડિયા પર ફેન્સ ભડક્યા:શ્રીલંકામાં સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા ખેલાડીઓનો ફોટો વાઇરલ

in Sports Talk Social3 months ago

ઈન્ડિયન ટીમ શ્રીલંકા સામે વનડે સિરીઝ પહેલા કોલંબોમાં એન્જોય કરી રહી છે. કેપ્ટન શિખર ધવન અને વાઇસ કેપ્ટન ભુવનેશ્વર કુમાર સહિત તમામ 20 ખેલાડી ગુરૂવારે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા નજરે પડ્યા હતા. આ ફોટો વાઇરલ થતા ફેન્સે ખેલાડીઓ સામે કટાક્ષ કર્યો હતો. ફેન્સની આવી પ્રતિક્રિયા પછી આજે BCCIએ ખેલાડીઓનો પહેલો ટ્રેનિંગ સેશન ચાલતો હોવાની વાત ઉચ્ચારી હતી. ટીમ ઈન્ડિયા 13 જુલાઈથી શ્રીલંકા સામે 3 વનડે અને 3 T-20 સિરીઝ રમશે.

new-project-57_1625224518.jpg

BCCIએ ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે ક્વોરન્ટીનથી બહાર આવવાની ખુશી. ઓલ સ્માઇલ્સ. આ તસવીરને સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ભુવનેશ્વર, કુલદીપ અને ધવન સાથે એક ગ્રુપ ફોટો શેર કર્યો હતો.

51-fans-angry00000200still001_1625228694.jpg